ધાનેરા કોલેજમાં 74મા પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

  • Home -
  • ધાનેરા કોલેજમાં 74મા પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ધાનેરા કોલેજમાં 74મા પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ, શ્રી આર.કે.પાંત્રોડ સાયન્સ કોલેજ, તથા શ્રી આદર્શ નર્સિંગ કોલેજ ધાનેરા માં આજે 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોલેજ પ્રાંગણમાં સંસ્થા ના સાયન્સ કોલેજ ના મુખ્ય દાતાશ્રી અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નારણભાઈ પટેલ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આજના દિવસે નારણભાઈ પટેલ સાહેબે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી રાયમલભાઈ પટેલ સાહેબશ્રી, મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના મુખ્ય દાતાશ્રી ભીખાભાઈ પટેલ સાહેબ, સમર્પણ હોસ્પિટલ ના ડૉ. શ્રી લાખાભાઇ પ્રજાપતિ સાહેબશ્રી, પ્રિન્સિપાલ શ્રી  ડૉ.લાલાભાઈ સાહેબ, સાયન્સ તેમજ નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલશ્રીઓ, આર્ટસ,કોમર્સ, સાયન્સ અને નર્સિંગ કોલેજ ના તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

✍🏻 શ્રી બળવંતભાઈ સોલંકી (મિડિયા કન્વીનર)
શ્રી આર.કે.પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા

about